Surat latest news : સુરતમાં Dk & Sons Diamond કંપનીમાં થય ચોરી, કોણ હતો આરોપી ?

Surat Latest News : સુરતમાં 30 કરોડના હીરાની ચોરીના કેસમાં નવો વળાંક, ફરિયાદી અને માલિક નીકળ્યા આરોપી, વીમો છીનવી લેવા ઘડવામાં આવી હતી સ્કીમ

Surat Latest News : કાપોદ્રા વિસ્તારમાં આવેલી Dk & Sons Diamond કંપનીમાં થયેલી ₹32.53 કરોડની ચોરીના બનાવમાં મોટો વળાંક આવ્યો છે. જે ઘટના પહેલા ₹32.48 કરોડના રફ અને પોલિશ્ડ હીરા તેમજ ₹5 લાખ રોકડની ચોરી સામે આવી હતી, આ ચોરી જાણી જોઈ ને કરેલી હોવાનું સામે આવ્યું છે.

માલિક જ નીકળ્યા આરોપી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ફરિયાદી અને કંપનીના માલિક દેવેન્દ્રકુમાર ચૌધરી (ડીકે મારવાડી) જ આ સમગ્ર ઘટનાના માસ્ટરમાઇન્ડ છે. હકીકતમાં કોઈ ચોરી થઈ જ નહોતી. તેમણે પોતાના બે દીકરા પિયુષ અને ઇશાન ચૌધરી તથા ડ્રાઈવર સાથે મળીને આ નાટક રચ્યું હતું.

શા માટે કર્યું તરકટ?

પ્રાથમિક તપાસ મુજબ દેવેન્દ્રકુમાર ચૌધરી ઉપર ભારે દેવું હતું. ઇન્સ્યોરન્સ ક્લેઇમ મેળવવા માટે તેમણે આ ચોરીનું નાટક ગોઠવ્યું. ચોંકાવનારી વાત એ હતી કે, ઘટનાથી માત્ર 10 દિવસ પહેલાં જ તેમણે ઇન્સ્યોરન્સ રિન્યૂ કરાવ્યું હતું. સાથે જ કંપનીના એકપણ તાળા તોડાયા નહોતા, જેને કારણે પોલીસને શંકા ગઇ હતી.

કેવી રીતે ગોઠવાયો નાટક

Surat Latest News : પોલીસ સૂત્રો અનુસાર, 17 ઓગસ્ટ (રવિવાર)ની રાત્રે પાંચ લોકો બે રિક્ષામાં આવી 2 વાગ્યાની આસપાસ કંપનીમાં ઘૂસ્યા હતા. તેઓ પાસે ગેસ કટર જેવા સાધનો હતા. “ચોરી” કર્યા બાદ તેઓ સુરત રેલવે સ્ટેશન સુધી રિક્ષામાં ગયા અને ત્યાંથી ફરાર થયા હોવાનું બતાવવામાં આવ્યું હતું. CCTV ફૂટેજમાં દીકરામાંથી એક પણ જોવા મળ્યો હતો.

પરંતુ, સઘન તપાસ બાદ પોલીસને ખબર પડી કે આ આખું કિસ્સું માત્ર નાટક હતું. આ માટે પાંચ લોકોને ₹10 લાખ આપવાની ડીલ થઈ હતી. જેમાંથી ₹5 લાખ એડવાન્સ ચુકવાયા હતા, જ્યારે બાકીના ₹5 લાખ આપવાના બાકી હતા.

વેપારીનું બેકગ્રાઉન્ડ

Surat Latest News : દેવેન્દ્રકુમાર ચૌધરી, જે ડી.કે. એન્ડ સન્સના માલિક છે, તેઓ વરાછાના ખોડિયારનગર રોડના જાણીતા હીરા વેપારી છે. છેલ્લા 20 વર્ષથી તેઓ હીરાનો ધંધો કરી રહ્યા છે અને તેમનું કામકાજ મુંબઈ તથા વિદેશમાં પણ ફેલાયેલું છે. તેમની કંપનીનું વાર્ષિક ટર્નઓવર આશરે ₹300 કરોડ જેટલું છે.

હાલમાં કાપોદ્રા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે આ કિસ્સાનો ભેદ ઉકેલીને શહેરની ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં થયેલા સૌથી મોટા નાટકનો પરદાફાશ કર્યો છે.

hardikvaghasiya2612@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *