કોરોનાથી ડર્યા નીતા અંબાણી ? MI ની જીત બાદ પહેલા આપ્યુ સેનેટાઇઝર અને પછી મિલાવ્યો હાથ……

MI ની જીત બાદ પહેલા આપ્યુ સેનેટાઇઝર

ભારતમાં કોવિડ-19ના કેસ ફરી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, Mumbai Indians (MI) ના માલિક નીતા અંબાણીએ તેમની ટીમના ખેલાડીઓને કોવિડથી બચવાના નિયમોનું પાલન કરવાની યાદ અપાવી. MI એ દિલ્હી કેપિટલ્સ (DC) ને હરાવીને IPL 2025 ના પ્લેઓફમાં જગ્યા બનાવી. આ પછી, નીતા અંબાણીએ ખેલાડીઓને સેનિટાઇઝરનો ઉપયોગ કરવાનું કહ્યું. તેમણે પોતે જસપ્રીત બુમરાહ અને કર્ણ શર્માના હાથ સેનિટાઇઝ કર્યા.

Mumbai Indians (MI)

મેચ પછી નીતા અંબાણીએ જસપ્રીત બુમરાહને હાથ મિલાવતા પહેલા સેનિટાઇઝર લગાવવાનું કહ્યું. બુમરાહે પણ ખુશીથી નીતા અંબાણીનું પાલન કર્યું અને હાથ સેનિટાઇઝ કર્યા…આ પછી જ ઉજવણીમાં જોડાયો. નીતા અંબાણી બુમરાહના હાથ સેનિટાઇઝ કરતા હોય તેવા ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા.

Mumbai Indians (MI) : MI ઓલરાઉન્ડર દીપક ચહર પણ હાથમાં સેનિટાઇઝર લઈને ફરતો જોવા મળ્યો. તે MI અને DC ના ખેલાડીઓને સેનિટાઇઝર આપી રહ્યો હતો. MI કેપ્ટન હાર્દિક પંડ્યાએ ગ્રાઉન્ડ સ્ટાફનો આભાર માનવા માટે હાથ મિલાવવાને બદલે મુઠ્ઠી ટકરાવી. સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહ MI ને IPL પ્લેઓફમાં લઈ ગયા. સૂર્યકુમાર યાદવે અણનમ 73 રન બનાવ્યા. ત્યાં નમન ધીરે પણ શાનદાર ઇનિંગ રમી.

Mumbai Indians (MI) : MI એ દિલ્હી કેપિટલ્સ ને 59 રનથી હરાવીને પ્લેઓફમાં જગ્યા બનાવી. મુંબઈએ પહેલા બેટિંગ કરતા 180/5 રન બનાવ્યા. ત્યારબાદ દિલ્હી 121 રનમાં ઓલઆઉટ થઈ ગયું. વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં મુંબઈના ન્યૂઝીલેન્ડના સ્પિનર ​​મિશેલ સેન્ટનરે ચાર ઓવરમાં 11 રન આપીને 3 વિકેટ લીધી. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહએ પણ ત્રણ વિકેટ લીધી.

આવા વધુ સમાચાર જોવા માટે જોડાયા રહો.

krushalhirapra12@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *