મલ્હાર ઠાકરની ફિલ્મ જય માતાજી લેટ્સ રોક થિએટરમાં રિલીઝ, વૃદ્ધ મહિલાના જીવન પર બનેલી ફેમિલી ફિલ્મ પેટ પકડીને હસાવશે
સારી અને સમજણભરી કોમેડી તરીકે, Jai Mata Ji – Let’s Rock વૃદ્ધોના જીવનને મજેદાર પરંતુ સન્માનભર્યા રીતે રજૂ કરે છે.
ફેમિલી ફ્લિક્સ અને અમદાવાદ ફિલ્મ્સ પ્રોડક્શન નિર્મિત અને મનીષ સૈની દિગ્દર્શિત કોમેડી સોશિયલ ડ્રામા ફિલ્મ ‘Jai Mata Ji – Let’s Rock‘ નું આજે ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ આગામી 9 મે ના રોજ થિયેટરમાં રીલીઝ થશે.
Jai Mata Ji – Let’s Rock Movie Review:
ડિરેક્ટર મનીષ સૈનીની જય માતાજી – લેટસ રોકે એક સારી ગુજરાતી કોમેડી-ડ્રામા ફિલ્મ છે, જે વૃદ્ધોના જીવનમાં હાસ્ય લાવે છે સાથે સાથે તેમને સન્માન અને સહાનુભૂતિથી દર્શાવે છે. સારી અને સમજણભરી કોમેડી તરીકે, જય માતાજી: લેટસ રોક વૃદ્ધોના જીવનને મજેદાર પરંતુ સન્માનભર્યા રીતે રજૂ કરે છે.
મલ્હાર ઠાકર,ટીકુ તલસાણીયા, વંદના પાઠક, શેખર શુક્લા, વ્યોમા નાંદી અને નીલા મુલ્હેરકરની ફિલ્મ ‘Jai Mata Ji – Let’s Rock‘ ને ડિરેક્ટ નેશલ એવોર્ડ વિનર ડિરેક્ટર મનીષ સૈનીએ ડિરેક્ટ કરી છે. આ તેમની ડિરેક્ટર તરીકે ત્રીજી ફિલ્મ છે. તો ફેમિલી ફલિકસ અને અમદાવાદ ફિલ્મ્સ પ્રોડકશનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મના પ્રોડ્યુસર્સ સિદ્ધાર્થ વડોદરિયા, કાજલ વડોદરિયા અને રવિન્દ્ર સંઘવી છે. આ સાથે મનીષ સૈની અને આકાશ શાહ નિર્માતા અને સચિન પટેલ સહ-નિર્માતા અને અનિરુદ્ધ સિંહ રહેવાર એસોશિએટ પ્રોડ્યુસર છે. ફિલ્મની વાર્તા મનીષ સૈનીએ લખી છે અને ડાયલોગ્સ મનીષ સૈની અને નિરેન ભટ્ટે લખ્યા છે.
Jai Mata Ji – Let’s Rock !
અપકમિંગ ગુજરાતી ફિલ્મ ‘Jai Mata Ji – Let’s Rock‘નું આજે ફિલ્મની સ્ટાર કાસ્ટની હાજરીમાં ટ્રેલર લોન્ચ કારવમાં આવ્યું હતું. આ ટ્રેલર લોન્ચમાં મલ્હાર ઠાકર, ટીકુ તલસાણીયા, વંદના પાઠક, શેખર શુક્લા, નીલા મુલ્હેરકર અને વ્યોમા નાંદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલા આ ફિલ્મનું પોસ્ટર લોન્ચ ખાસ માતૃગૃહ ખાતે વડીલોની હાજરીમાં કરાયું હતું.
80 વર્ષના દાદીની સફર
વાત કરીએ ફિલ્મની વાર્તાની તો ફિલ્મની વાર્તા 80 વર્ષના દાદી સૂરજમુખી દેવીની આસપાસ આકાર લે છે. જ્યારે એક સરકારી સ્કીમનો લાભ લેવા માટે દીકરો અને પૌત્ર દાદીને વૃદ્ધાશ્રમમાંથી પાછા લેવા માટે જાય છે. અને દાદીને ઘરે પાછા લઈ આવે છે. પોતાના સ્વાર્થ માટે દાદી માટે બે ભાઈઓ વચ્ચે ઝગડો પણ થાય છે. અંતે દાદી એવું જાહેર કરે છે કે જે મારી સેવા સારી રીતે કરશે તેને દાદી 1 લાખ રૂપિયા આપશે. અને બંને દીકરાઓ અને વહુઓ તેમની સેવામાં લાગી જાય છે. અને ખરી મજા શરૂ થાય છે. પાછા આવેલા દાદી પોતાની રીતે જીવન જીવવા અને વહુઓને હેરાન પરેશાન કરવાનું શરૂ કરે છે. અને દાદીને ખુશ કરવા કવાયત અને ધમાચકડી થાય છે.
ફિલ્મમાં આગળ જઈને એક મોટો વળાંક આવે છે કે જ્યારે સૂરજમુખી દાદીને મળવા તેમનો જૂનો પ્રેમી આવે છે અને તે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે શું દાદી તેમનો પ્રસ્તાવ સ્વીકારે છે? શું બંને દીકરાઓને સરકારી યોજનાનો લાભ મળે છે? શું સરકારી લાભ અને રૂપિયાના ચકકરમાં દિકરાઓના વર્તનમાં કોઈ ફેર આવે છે? આ બધા સવાલોના જવાબ તમને 9 મે 2025 ના રોજ મળી જશે.
પારિવારિક ઉતાર–ચઢાવ પર છે ફિલ્મની વાર્તા
ડિરેક્ટર મનીષ સૈની હંમેશા નવા વિષય સાથે આવતા હોય છે ત્યારે આ ફિલ્મ પણ પરિવારિક ઉતાર-ચઢાવ, સમાજમાં વૃદ્ધજનોના સ્થાન, નાણાકીય સંઘર્ષો અને પરિવારની મહત્ત્વતા પર એક તીખો સામાજિક વ્યંગ પણ છે. ફિલ્મ વિશે વાત કરતાં ડિરેક્ટર મનીષ સૈની જણાવે છે કે “આ ફિલ્મમાં અમે પરિવારીક સબંધો અને સમાજની ગૂંચવણોને મસ્તીમાં વણાયેલી અદ્ભૂત શૈલી સાથે રજૂ કરી છે. એક 80 વર્ષની દાદી પણ એ સામાન્ય દાદી નથી! તે જિંદગી પોતાની શરતો પર જીવવા તૈયાર છે. “
ફિલ્મના ટ્રેલરને જોઈને લાગે છે કે ફિલ્મ એક સામાજિક મેસેજ હસતાં હસતાં આપે છે. ફિલ્મમાં દરેક એક્ટરે પોતાના પાત્રને બખૂબી નિભાવ્યું છે. દાદીના રોલમાં નીલા મુલ્હેરકર દર્શકોના દિમાગમાં એક અનોખી છાપ છોડી જશે. દાદીનો બીડી ફૂંકતો સીન હોય કે પછી બે ભાઈઓ વચ્ચેની નોકઝોક ફિલ્મના એક એક સીન અને સંવાદો દર્શકોને હસાવશે પણ અને રડાવશે પણ..
Jai Mata Ji – Let’s Rock ફિલ્મનું મ્યુઝિક નાઈટ સોન્ગ રેકોર્ડ્સ દ્વારા આપવામાં આવ્યું છે અને ફિલ્મના ગીતોના શબ્દો ભાર્ગવ પુરોહિતે લખ્યા છે. તો ફિલ્મમાં ઉત્કર્ષ મઝુમદાર, આર્યન પ્રજાપતિ, શિલ્પા ઠાકર જેવા જાણીતા કલાકારો પણ ફિલ્મમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતા નજર આવશે. આ ફિલ્મ દર્શકો માટે આ એક અનોખું મનોરંજન બનશે જે હસાવશે પણ સાથે વિચારવા પણ મજબૂર કરશે. ‘ જય માતાજી લેટસ રોક’ એ હાસ્ય અને ઇમોશનની રોલર કોસ્ટર રાઈડ છે જે દરેક જનરેશનને મેસેજ આપે છે . ‘જય માતાજી લેટસ રોક’ – 9 મે, 2025થી તમારા નજીકના સિનેમાઘરોમાં.

સ્ટારકાસ્ટ – ટીકૂ તલસાનિયા, મલ્હાર ઠાકર, શેખર શુક્લ, નીલા મુલ્હેરકર, વંદના પઠાક, વ્યોમા નંદી, આર્યન પ્રજાપતિ, ઉત્કર્ષ મજમૂદાર, શિલ્પા ઠાકર
ગુજરાતી સિનેમાએ હંમેશા મૂળભૂત અને લાગણીસભર વાર્તાઓ દ્વારા દર્શકોને પ્રભાવિત કર્યું છે અને Jai Mata Ji – Let’s Rock આ પરંપરાને આગળ વધારતી ફિલ્મ છે. 9 મે, 2025ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ એક અભૂતપૂર્વ કુટુંબપ્રધાન ડ્રામા છે, જે તમને ખડખડાટ હસાવે છે અને ભાવનાત્મક દ્રશ્યોમાં આંખો ભીની પણ કરે છે.
ફિલ્મની કહાની 80 વર્ષની વૃદ્ધ સ્ત્રીના જીવનમાં થયેલા અચાનક બદલાવોને દર્શાવે છે. એક સરકારી યોજના કારણે તે વૃદ્ધ મહિલાને અચાનક ઘણાં પૈસા મળે છે અને એની સામે અનેક રસપ્રદ વિકલ્પો આવે છે – જેમ કે તેના પુત્રો અને વહુઓ સામે બદલો લેવા, પોતાનું જૂનું પ્રેમ સંબંધ જીવંત કરવો, વૈભવી જીવનશૈલી અપનાવવી અથવા પોતે પૈસાની અછતને કારણે જે કંઈ ન મેળવી શકી તેનો આનંદ લેવા. આ તમામ પરિસ્થિતિઓમાંથી ઉદ્ભવતી કોમેડી તમને હસાવવા માટે મજબૂર કરશે. સાથે જ ફિલ્મમાં એવા દ્રશ્યો પણ છે કે જે જોવા બાદ તમે કહેશો – આ તો આપણા ઘરમાં પણ બન્યું છે! અને તમે આ ફિલ્મ સાથે સરળતાથી જોડાઈ જશો.
મલ્હાર, ટીકૂ તલસાનિયા, વંદના પઠાક, નીલા મુલ્હેરકર, વ્યોમા નંદી, શેખર શુક્લ, આર્યન પ્રજાપતિ, ઉત્કર્ષ મજમૂદાર અને શિલ્પા ઠાકર સહિત તમામ કલાકારોએ પોતાના પાત્રોને ખૂબ સહજતાથી ભજવ્યા છે. તેમનું અભિનય એટલું કુદરતી છે કે તેમાં કોઈ ખામી શોધવી મુશ્કેલ છે.
Jai Mata Ji – Let’s Rock એ દરેક માટે જોઈ શકાય એવી ફિલ્મ છે જેને સાફસુથરી, કુટુંબસજજ, નવી વાર્તાઓ સાથેની ફિલ્મો પસંદ હોય. તેમાં હાસ્ય છે, ભાવનાઓ છે, સામાજિક સંદેશ છે અને દમદાર અભિનય છે – જે તમને નિશ્ચિત રીતે મન મૂકી મનોરંજન આપશે.