IPL 2025માંથી બહાર થયા આ ખેલાડીઓ, RCB-મુંબઈ ઈન્ડિયન્સને મળ્યા સારા સમાચાર

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે IPL 2025 મુલતવી રાખવામાં આવી હતી પરંતુ હવે તે 17 મેથી શરૂ થઈ રહી છે. મોટા સમાચાર એ છે કે ઘણા વિદેશી ખેલાડીઓ જે પોતાના દેશ પરત ફર્યા હતા તેઓ હવે આ લીગમાં ભાગ લેવા માટે આવી રહ્યા નથી.
જોફ્રા આર્ચર, જેમી ઓવરટન અને સેમ કરન IPLની બાકીની મેચો માટે ભારત પાછા ફરવાના નથી. જેમી ઓવરટન અને સેમ કરન ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતા અને જોફ્રા આર્ચર રાજસ્થાન રોયલ્સ ટીમમાં હતો. તમને જણાવી દઈએ કે આ બંને ટીમો પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
RCB અને Mumbai ને મળ્યા સારા સમાચાર
IPL 2025 : આ દરમિયાન, RCB અને મુંબઈ ઈન્ડિયન્સને ખૂબ જ સારા સમાચાર મળ્યા છે. કારણ કે જોસ બટલર, વિલ જેક્સ, લિયામ લિવિંગસ્ટોન અને જેકબ બેથેલ 15 મે સુધીમાં ભારત પહોંચી જશે. વિલ જેક્સ મુંબઈ ઈન્ડિયન્સ માટે એક મહત્વપૂર્ણ ખેલાડી છે અને જેકબ બેથલ, લિયામ લિવિંગસ્ટોન RCBનો ભાગ છે. જ્યારે જોસ બટલર ગુજરાત ટાઈટન્સ ટીમનો મહત્વપૂર્ણ ખેલાડી છે. આ સિઝનમાં ત્રણેય ટીમો ચેમ્પિયન બનવાની દાવેદાર છે.
ફિલ સોલ્ટને લઈને મોટું અપડેટ
ફિલ સોલ્ટ અંગે કોઈ સમાચાર નથી. ટુર્નામેન્ટ દરમિયાન આ RCB ખેલાડી ઈજાગ્રસ્ત થયો હતો, તેના સ્થાને બેથલને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી રહી હતી. હવે એ સ્પષ્ટ નથી કે ફિલ સોલ્ટ ભારતમાં આવશે કે નહીં. જોફ્રા આર્ચરના પરત ન ફરવા અંગે, રાજસ્થાન રોયલ્સે કહ્યું છે કે ખેલાડી ઈજાગ્રસ્ત છે અને ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. રાજસ્થાન ટીમ માટે તે સૌથી મહત્વપૂર્ણ છે કે તે શક્ય તેટલી વહેલી તકે ફિટનેસ પાછું મેળવે.
હજુ સુધી એ સ્પષ્ટ નથી કે ઈંગ્લેન્ડનો બીજો મોટો ખેલાડી મોઈન અલી પાછો ફરશે કે નહીં. તેમના પિતા મુનીર અલીએ એક વેબસાઈટને જણાવ્યું હતું કે મોઈન અલી આગામી 24 કલાકમાં નિર્ણય લેશે. તમને જણાવી દઈએ કે ભારત-પાકિસ્તાન સંઘર્ષને કારણે, IPLનું આખું શેડ્યૂલ બદલાઈ ગયું હતું અને હવે તે 17 મેથી ફરી શરૂ થઈ રહ્યું છે. પ્લેઓફની જંગ 29 મેથી શરૂ થશે અને ફાઈનલ મેચ 3 જૂને રમાશે.
Delhi Capitalsને મોટો ઝટકો
IPL 2025માં દિલ્હી કેપિટલ્સની ગાડી વિજેતા ટ્રેક પરથી ઉતરી ગઈ છે. છેલ્લા કેટલાક મેચોના પરિણામો દિલ્હીના પક્ષમાં નથી રહ્યા. પ્લેઓફમાં પહોંચવા માટે, દિલ્હીએ હવે એક મોટી ચાલ ચલાવી છે.
ટીમમાં બાંગ્લાદેશના એક ઝડપી બોલરનો સમાવેશ કરવામાં આવ્યો છે. નામ મુસ્તફિઝુર રહેમાન છે. મુસ્તફિઝુર બે વર્ષ પછી દિલ્હી કેમ્પમાં પરત ફરી રહ્યો છે. બાંગ્લાદેશના ફાસ્ટ બોલર જેક ફ્રેઝર મેકગર્કનું સ્થાન લેશે. મેકગર્ક IPL 2025 ની બાકીની મેચોમાં ભાગ લેવા માટે ભારતનો પ્રવાસ કરશે નહીં.

IPL 2025ના નવા શેડ્યૂલની જાહેરાત સાથે, દિલ્હી કેપિટલ્સે એક મોટું પગલું ભર્યું છે. દિલ્હીએ બાંગ્લાદેશના ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાનને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. મુસ્તફિઝુર જેક ફ્રેઝર મેકગર્કના સ્થાને દિલ્હી કેમ્પમાં પ્રવેશ્યો છે. ફ્રેઝર બાકીની મેચો માટે ઉપલબ્ધ રહેશે નહીં અને તેથી જ મુસ્તફિઝુરને સ્થાન આપવામાં આવ્યું છે.
મુસ્તફિઝુર બે વર્ષ પછી દિલ્હી કેપિટલ્સ ટીમમાં પાછો ફર્યો છે. આ સિઝનમાં ફ્રેઝરનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. આ યુવા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન 6 મેચમાં ફક્ત 55 રન જ બનાવી શક્યો. દિલ્હી માટે છેલ્લી કેટલીક મેચો સારી રહી નથી. છેલ્લી 5 મેચમાં દિલ્હી ફક્ત 1 જ જીતી શક્યું છે.
દિલ્હીને પ્લેઓફની ટિકિટ કેવી રીતે મળશે?
દિલ્હી કેપિટલ્સે IPL 2025 માં અત્યાર સુધીમાં કુલ 11 મેચ રમી છે. આમાંથી ટીમે 6 મેચ જીતી છે અને 4 મેચ હારી છે. અક્ષર પટેલની કેપ્ટનશીપ હેઠળ રમી રહેલી દિલ્હીના હાલમાં 13 પોઈન્ટ છે. પ્લેઓફમાં ટિકિટ મેળવવા માટે, દિલ્હીને હવે બાકીની 3 મેચમાંથી ઓછામાં ઓછી 2 મેચ જીતવી પડશે. 2 મેચ જીત્યા બાદ દિલ્હીના કુલ પોઈન્ટ 17 થઈ જશે અને ત્યારબાદ પ્લે ઓફમાં જગ્યા બનાવશે. દિલ્હીએ સિઝનની ધમાકેદાર શરૂઆત કરી હતી, જેમાં તેને સતત પાંચ મેચ જીતી હતી. આ પછી ટીમની સફર જીતના માર્ગ પરથી નીચે ઉતરી ગઈ.